પટણા: બિહાર વિધાનસભા સ્પીકરની ચૂંટણીમાં NDAની જીત થઈ છે. સદનમાં હોબાળા વચ્ચે આજે સ્પીકર પદની ચૂંટણી થઈ અને એનડીએના ઉમેદવાર વિજય સિન્હા નવા વિધાનસભા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન મહાગઠબંધનના વિધાયકો તરફથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઊભા કરવામાં આવ્યા અને ગુપ્ત મતદાનની અપીલ કરાઈ. જો કે તેમની અપીલ ફગાવી દેવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lalu Yadav જેલમાંથી સરકાર પાડવાનું રચી રહ્યા છે ષડયંત્ર, સુશીલ મોદીએ બહાર પાડ્યો ઓડિયો


ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને 126 અને મહાગઠબંધનને 114 મત મળ્યા. પરિણામો બાદ મુખ્યમંત્રી નીતિશકુમાર, વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સ્પીકરને તેમની ખુરશી સુધી પહોંચાડ્યા અને શુભેચ્છાઓ પાઠવી. બિહારમાં આવું પાંચ દાયકા બાદ થયું છે કે જ્યારે સ્પીકરના પદ માટે ચૂંટણી યોજાઈ હોય. વિજયકુમાર સિન્હાએ અવધ બિહારી ચૌધરીને હરાવ્યા હતા. 


Twitter ને બરાબર ટક્કર આપશે આ દેશી Tooter, PM મોદી-અમિત શાહે પણ બનાવ્યું એકાઉન્ટ


આ બાજુ હા અને નામાં નિર્ણય કરાવવાનો વિપક્ષે વિરોધ કર્યો તો સભ્યોની ગણતરીથી ચૂંટણી થઈ. વિપક્ષે ગુપ્ત મતદાનની માગણી કરી હતી. વિપક્ષની માગણીને પ્રોટેમ સ્પીકર જીતનરામ માંઝીએ ફગાવી હતી. ઘંટી બજાવવા વચ્ચે તેજસ્વી યાદવે આપત્તિ જતાવી અને મુખ્યમંત્રી નીતિશકુમાર તથા મંત્રી અશોક ચૌધરીના સદન પર હોવા બદલ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે વિધાનસભાના સદસ્ય નથી તેમણે મતદાન વખતે હાજર રહેવું જોઈએ નહી. આરજેડીનું કહેવું હતું કે નીતિશ સદનનો હિસ્સો નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube